← બધા મદદ વિષયો
🛡️

સુરક્ષા, ખાતું અને રિકવરી

સભ્યને રિપોર્ટ/બ્લૉક કરો, નવા નંબર પર ખાતું મેળવો, કે ખાતું કાઢી નાખો.

પગલાં મોટું જોવા ફોટા પર ટૅપ કરો

રિપોર્ટ કે બ્લૉક

કોઈપણ પ્રોફાઇલ, પોસ્ટ કે સંદેશ પર ⋮ મેનૂથી અયોગ્ય વર્તન Report કરો કે સભ્યને Block કરો. દરેક રિપોર્ટની ચકાસણી સમાજ એડમિન કરે છે.

PIN ભૂલી ગયા?

PIN વારંવાર ખોટો નાખવાથી સુરક્ષા માટે ખાતું થોડી વાર લૉક થાય છે. ભૂલી ગયા? PIN સ્ક્રીન પર જ "PIN ભૂલી ગયા? OTP મોકલો." દબાવો — એક વાર OTP થી લૉગિન કરી જાતે નવો PIN બનાવો. એડમિનની જરૂર નથી.

નંબર બદલાઈ ગયો?

લૉગિન સ્ક્રીન પર "Recover account" પસંદ કરો — જૂનો નંબર અને નવો નંબર ભરો. એડમિન ચકાસી ખાતું નવા નંબર પર કરી દેશે — બધું સલામત રહે છે. નોંધ: જો હાલના નંબરથી લૉગિન થાય છે તો રિકવરીની જરૂર નથી.

લૉગઆઉટ અને શેર કરેલા ફોન

શેર કરેલા ફોન પર Profile → Logout જરૂર કરો — સેશન સંપૂર્ણ સાફ થાય છે, બીજી વ્યક્તિ તમારું ખાતું જોઈ શકતી નથી.

ખાતું કાઢી નાખો

Profile → Delete account તમારી અંગત માહિતી કાયમ માટે દૂર કરે છે (ભારતીય ડેટા-સંરક્ષણ કાયદા મુજબ). દાન અને રસીદના રેકોર્ડ કાયદેસર જળવાય છે.