← બધા મદદ વિષયો
💬

ચૅટ — સીધી વાતચીત અને ગ્રુપ

સભ્યો સાથે સીધી વાત કરો કે શહેર/સમિતિ/પરિવારના ગ્રુપ બનાવો.

પગલાં મોટું જોવા ફોટા પર ટૅપ કરો

ચૅટ શરૂ કરો

હોમમાંથી Chat ખોલો, નવી-ચૅટ બટન દબાવો અને સભ્ય પસંદ કરો. સંદેશા પર ✓ મોકલ્યો, ✓✓ પહોંચ્યો અને વાદળી ✓✓ જોયો — WhatsApp જેવું.

ગ્રુપ બનાવો

"New group" દબાવો, નામ લખો અને ઉમેરવાના સભ્યો પર ટૅપ કરો — નામ અને ઓછામાં ઓછો એક સભ્ય પસંદ થતાં જ બનાવો-બટન ચાલુ થાય છે.

ગ્રુપનું સંચાલન

ગ્રુપ બનાવનાર ગ્રુપ-info માંથી નામ બદલી શકે, સભ્યો ઉમેરી/કાઢી શકે અને ગ્રુપ કાઢી શકે છે. બાકીના સભ્યો ગમે ત્યારે ગ્રુપ છોડી શકે છે.

ઇમોજીથી પ્રતિક્રિયા આપો — WhatsApp જેમ

કોઈ પણ સંદેશ પર લાંબું દબાવી 👍 ❤️ 😂 😮 😢 🙏 પ્રતિક્રિયા આપો (એ જ ઇમોજી ફરી દબાવવાથી નીકળી જાય છે). ટાઇપિંગ બૉક્સનું સ્માઇલી બટન પૂરું ઇમોજી કીબોર્ડ ખોલે છે.

જાણવા જેવું
  • તમારા મોકલેલા સંદેશને edit/delete કરવા તેના પર લાંબું દબાવો. સંદેશમાંની લિંક ટૅપથી ખૂલે છે, અને નામ નીચે દેખાય છે કે સામેની વ્યક્તિ છેલ્લે ક્યારે હતી.